એશિયા કપ વિવાદમાં રઉફ ઉપર પ્રતિબંધ, સૂર્યકુમારને દંડ
ભારત અને પાકિસ્તાનની
ક્રિકેટ ટીમો ગત સપ્ટેમ્બર મહિનામાં યુએઈમાં રમાઈ ગયેલી એશિયા કપની મેચો દરમિયાન બન્ને તરફના ખેલાડીઓએ કરેલી ચેષ્ટાઓના મુદ્દે આઈસીસીએ પાકિસ્તાનના બોલર હારિસ રઉફ સામે બે મેચના સસ્પેન્શનનો આદેશ આપ્યો હતો, તો ભારતીય ટીમના સુકાની સૂર્યકુમાર યાદવને પાકિસ્તાન ટીમના સુકાની સલમાન અલી આગા સાથે હાથ નહીં મિલાવવા બદલ તેની મેચ ફીના 30 ટકા રકમ જેટલો દંડ ફરમાવાયો હતો